વડોદરા : ગત તા. 13 માર્ચ 2025ની રાત્રે કારેલીબાગ સ્થિત દીપાવલિ સોસા. પાસે રાતે આશરે ૧૧:૧૫ વાગ્યાની આસપાસ પુર ઝડપે કાર હંકારી એક બાદ એક ત્રણ વાહોને અડફેટે લઇ આંઠ લોકોને ઉડાવ્યાં હતા.જે કારથી અકસ્માત રક્ષિતે કર્યો હતો તે કાર કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ટો કરી વોક્સવેગનના વર્કશોપ પર મોકલવામાં આવી હતી.
આ ગંભીર અકસ્માતમાં હેમાલીબેન પટેલને ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. જ્યારે તેમની દીકરી અને પતિ હજી હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યાં છે. તેવામાં આજરોજ રક્ષિતના બે દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં વધુ રિમાન્ડની માગણી ન કરાતા કોર્ટે રક્ષિતને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. અકસ્માત સર્જનાર કાર કેટલી સ્પીડ પર હતી ? રક્ષિતે અકસ્માત સર્જતા પહેલા બ્રેક મારી હતી કે કેમ ? જેવી તમામ વિગતો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવશે.
ડાયગ્નોસીસ રિપોર્ટ અંગે સચોટ માહિતી આપતા ઓટોમોબાઇલ એક્સપર્ટ પ્રકાશ પરિખે જણાવ્યું હતુ કે, જે રીતે પ્લેનમાં બ્લેક બોક્સ હોય છે, એ રીતે કારમાં ECU (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ) હોય છે. જેમાં કારના દરેક ઇલેક્ટ્રીકલ પાર્ટસના ડેટા સ્ટોર થતા હોય છે. ડેટા સ્ટોર કરવા માટે એક ઇલેક્ટ્રીકલ મોડ્યુલ હોય છે. એરબેગનું ક્રેપ સેન્સર હોય છે. જેનો ડેટા ECU માં રેકોર્ડ થતો હોય છે. આ ડેટા મેળવવાનો એક્સીસ ડીલરશીપ લેવલથી મેળવવો શક્ય નથી હતો. આ ડેટા મેળવવાનો એક્સીસ મેન્યુફેચરીંગ પ્લાન્ટ પાસે હોય છે.
Reporter: admin