News Portal...

Breaking News :

સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની સંગીરાને ભગાડી ગર્ભવતી બનાવામાં પોસ્કો કોર્ટનો ચુકાદો : આરોપી વિ

2025-03-17 18:25:46
સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની સંગીરાને ભગાડી ગર્ભવતી બનાવામાં પોસ્કો કોર્ટનો ચુકાદો : આરોપી વિ


સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની નવી નગરીમાં રેહતો આરોપી વિનોદ ભાઈ હરમાન ભાઈ રાઠોડીયા અગાઉ તેનાં જ ગામની સગીરાને ભગાડી ગયેલ અને જેનો ગુનો 12/05/2023 મંજુસર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો 



અને આરોપી ને જે તે સમયે 20 વર્ષની સખત કેદ ની સજા કોર્ટ દ્વારા કરેલને પાછળ થી આરોપી જામીન પર છુંટી ફરિંથી આજ સગીરાને ફરી થી ભગાડી જય ગર્ભવતી બનાવેલ જેનો કેસ સાવલીની પોસ્કો કોર્ટમાં ફરી થી કેસ ચાલી જતાં આરોપી વિનોદભાઈ રાઠોડિયાને નામદાર કોર્ટનાં જજ સાહેબ જે. એ.ઠક્કર એ 16 વર્ષ 11 મહિનાની સગીરાને ભગાડી જઇ વારંવાર તેની સાથે દુષ્કર્મ કરેલ અને ગર્ભવતી બનાવેલ તે ગુના બાબતે દોષિત ઠેરવીને આરોપી વિનોદ રાઠોડિયા ને આજીવન કેદની સખત સજા એટલે કે કુદરતી નિત્ય ક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ તેમજ ઇપકો કલમ 363 ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તેમજ 3000 નો દંડ અને ઇપકો કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે.આરોપી જે દંડની રકમ અદાલતમાં જમા કરાવે તે રકમ ભોગ બનનારને ચૂકવવામાં હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટટીમ કોમ્પનસેસન સ્કીમ મુજબ રૂપિયા 4 લાખનું વળતર ભોગ બનનારને અલગથી ચૂકવી આપવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે

Reporter: admin

Related Post