વડોદરા : આગામી સ્થાનિક સ્વરાજ્ય અને પેટા ચૂંટણીઓના પડઘમ વાગવા શરૂ થયા છે. આ અંગે અંદાજિત રૂ.10 લાખ સુધી માત્ર સ્થાનિક કોન્ટ્રાક્ટરો દ્વારા મતપત્રો છાપવા અંગે પાત્રતાના ધોરણે માત્ર અનુભવી સ્થાનિક કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઇન ભાવ મંગાવવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરાના કલેક્ટર વતી વડોદરાના કાર્યપાલક ઇજનેર (મ અને મા) વિભાગ રાવપુરાની કચેરી આગામી સ્થાનિક સ્વરાજ્ય એકમોની સામાન્ય-પેટા ચૂંટણીઓ-2025 માટે માત્ર સ્થાનિક કોન્ટ્રાક્ટરોએ રૂપિયા દસ લાખ સુધીની મર્યાદામાં મત પત્રકો છાપવા અંગે અગાઉના અનુભવના ધોરણે માત્ર સ્થાનિક કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઈન આઈટમ રેટ ભાવ પત્રો મંગાવ્યા છે.
આ અંગેની વિગતો ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તા. આગામી 24 માર્ચ સાંજે છ વાગ્યા સુધીમાં વેબસાઈટ પરથી મળશે. આ અંગે વધુ વિગતો માટે કચેરીનો સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરા કલેક્ટર દ્વારા જણાવાયું છે.
Reporter: admin