વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ કિનારે ફરવા ગયેલા ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.

આ હુમલો દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે કરવામાં આવ્યો હતો. ગામના લોકો વિદ્યાર્થીઓ પર દંડા, ફટકા, બેટ, પથ્થરો લઈને તૂટી પડ્યા હતા. સામાન્ય માણસના રૂંવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના વીડિયો સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ ભાષાની ગેરસમજના કારણે વિદેશી વિદ્યાર્થીઓએ મોતને નજીકથી પડ્યું. આ વિધ્યાર્થીઓમાં સુફેચ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.દસ અજાણ્યા હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ


Reporter: