દેવભૂમિ: રાજ્ય સહિત દેશભરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે ગુજરાતના દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે.
સમગ્ર મામલે પોલીસે પાંચેય મહિલાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના દ્વારકાના રુક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં અમુક મહિલાઓ શંકાસ્પદ રીતે જણાઈ આવી હતી. જો કે, તેમની પૂછપરછ કરતાં મહિલાઓ પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ કે વિઝા સહિતના અન્ય ડોક્યુમેન્ટ ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈકાર્ડ સહિત મોબાઈલ નંબર મળી આવતા આ પાંચેય મહિલાએ બાંગ્લાદેશની નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું.
Reporter: admin