શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત અમરનાથપૂરમ સોસાયટીના જીજ્ઞેશ ઝવેરી દ્બારા ઘરમાં ઓરો ઈન્ટરનેશનલ સ્કુલ ઑફ ઈક્સેલન્સ શરૂ કરવાની હિલચાલથી સ્થાનિક સોસાયટીઓના રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ શાળા શરુ કરવાનો લાલબાગથી અવધૂત ફાટકની તમામ સોસાયટીના નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ શરુ કરાયો છે અને શાળા માટે પરમિશન આપી હોય તો તુરંત રદ કરવા માંગ કરાઇ છે. અમરનાથપૂરમ સત્યમ સોસાયટીના રહિશો તથા શિવમ સોસાયટી તથા જગન્નાથપુરમ સોસાયટીના રહિશોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે બ્લોક નંબર 149 અમરનાથપૂરમ સોસાયટીના રહિશ જીજ્ઞેશ ઝવેરી એ પોતાના મકાનમાં ઓરો ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સલન્ટ ચાલુ કરવા જોઇ રહ્યા છે.આજુબાજુ રેસીડેન્સ મકાનો આવેલા છે. પોતે પોતાના મકાનને કોમર્શીયલમાં ફેરવરી રહ્યા છે. આ સ્કૂલની પરવાનગી કોની પાસેથી મેળવી તેનો પત્ર રજૂ કરે તથા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન દ્વારા પરમિશન આપવામાં આવી છે. કોઇ પણ સંજોગોમાં રેસીડેન્સ ઝોનમાં સ્કૂલ શરુ કરી શકાય નહી.

સ્કૂલના છોકરાઓના શોરબકોરથી રહિશોની શાંતિમાં ખલેલ પડશે. આ સાથે ટ્રાફિકનું ભારણ વધશે. વીડલોને આવવા જવામાં તકલીફ પડશે. વાલીઓના સ્કૂટર, રીક્ષા, સ્કૂલવાન ના કારણે ભીડ જામશે અને સોસાયટીના રહિશોને તકલીફ પડશે. આ રીતે રોડ સાઇડના તમામ મકાનો જો કોમર્શીયલ પ્રવૃત્તી ચાલુ કરશે તો રેસીડેન્સ મકાનમાં રહેનાર તમામ રહિશો ત્રાહિમામ પોકારી ઉઠશે અને અનેક મુશ્કેલી વધશે જેથી કોઇ પણ ડિપાર્ટમેન્ટવાળાએ આ પરમીશન આપી હોય તો તુરત જ રદ કરી દેવી નહિંતર સોસાયટીના રહિશોને ગાંધીજીનો માર્ગ અપનાવવો પડશે અને આંદોલન કરવાની ફરજ પડશે, આ પ્રવૃત્તી તાત્કાલિક બંધ નહીં થાય તો આજુબાજુના રહીશો કાયદાકીય પગલાં લેવા પણ તૈયારી દર્શાવી છે. સોસાયટીઓમાં બેનરો પણ લાગ્યા...અમરનાથપૂરમ સત્યમ સોસાયટીના રહીશ જીજ્ઞેશ ઝવેરીએ પોતાના મકાનમાં મકાનમાં ઓરો ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સલન્ટ શરુ કરવાની હિલચાલ કરતા આસપાસના રહિશોએ સોસાયટીઓમાં બેનર લગાવી વિરોધ કર્યો છે. પદમાવતી સોસાયટી, શિવમ સોસાયટી દ્વારા બેનર લગાવીને જણાવાયું છે કે રહેઠાણ વિસ્તારમાં ટ્રાફિક, ધ્વનિ પ્રદુષણ અને પર્યાવરણ બગાડવાનું કૃત્ય કરાઇ રહ્યું છે. અને તમામ સોસાયટીના રહિશો આ કોમર્શિયલ પ્રવૃત્તિનો સખથ વિરોધ કરે છે.

Reporter: admin







