વડોદરા : વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા એફ.આર.ટી. ના કર્મચારીઓની પગાર ન થતા મોડી રાત્રે હડતાલ પર ઉતર્યા છે.

વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એફ.આર.ટી. ના કર્મચારીઓ જે 250 થી 300 યુવાનોની પગાર ન થતા ઉતર્યા હડતાલ પર ઉતરવું પડયું છે. કર્મચારીઓનું કહેવું છે અમને અમારા કામનું વડતર નથી મળ્યું. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિઝન પ્લસ નામની સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવતા યુવાનોની પગાર ન થતા યુવાનોને આખરે હડતાલ પર ઉતારવા મજબૂર બન્યા છે. પાછલા આઠ મહિનાથી આ યુવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર અલગ અલગ ડિવિઝનમાં કામ કરતા હતા.

એમજીવીસીએલ ની ગાડીઓમાં ડ્રાઇવિંગ કરતા તેમજ લાઈનમેન તેમજ હેલ્પર તરીકે કામ કરતા કર્મચારીઓએ ગત મોડી રાત્રે વિરોધ પ્રદર્શન સાથે હડતાલ પર ઉતરવું પડ્યું છે. પાણીગેટ, કારેલીબાગ, વાડી, અકોટા, ઇન્દ્રપુરી, અને જીઆઇડીસી માં આ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હતા.


Reporter: admin







