ડુમસ દરિયા ગણેશ બીચ તથા ગોલ્ડન બીચ ઉપર કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાવા ના પડે તેમજ કોઈ અણબનાવ ના બને તે હેતુસર પૂર્વ તકેદારીના ભાગરૂપે ગુજરાતી તથા હિન્દી ભાષામાં જાહેર ચેતવણી બોર્ડ લગાવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં અમુક જગ્યાએ જળાશયોમાં ન્હાવા પડેલા વ્યક્તિઓ ડૂબી જવાના બનાવો નજીકના ભૂતકાળમાં બની ચુક્યા છે જે અંગે પૂર્વ તકેદારીના ભાગરૂપે સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતએ સુરત શહેર વિસ્તારમાં આવેલા જાહેર નદી-તળાવો, નહેરો તથા દરિયા કિનારા વિસ્તારમાં ન્હાવા પર પ્રતિબંધ મુકવા અંગેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સુરતના ડુમસ બીચ ખાતે વિકેન્ડ તેમજ વાર તહેવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને કેટલાક લોકો દરિયામાં ન્હાવા પણ પડતા હોય છે ત્યારે કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસ દ્વારા હવે ચેતવણીના બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા અહી પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ડુમસ દરિયા ગણેશ બીચ તથા ગોલ્ડન બીચ ઉપર પૂર્વ તકેદારીના ભાગરૂપે ગુજરાતી તથા હિન્દી ભાષામાં જાહેર ચેતવણી બોર્ડ લગાવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે દરિયામાં નાહવું અતિ જોખમકારક હોય તેમજ અગાઉ પણ દરિયામાં ડૂબી જવાના બનાવો બનેલ હોય જેથી કોઈએ દરિયામાં નાહવા પડવું નહી નહિતર જાહેરનામાં ભંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ સુરતના ડુમસ દરિયા કિનારે જાહેરનામાંની સુચનાને અવગણીને ન્હાવા પડેલા ૫ ઈસમો વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી ડુમસ પોલીસે કરી હતી. જે ડુમસ વિસ્તારમાં ફરવા માટે આવતા અન્ય સહેલાણીઓ માટે પણ સંદેશા રૂપ છે. તેમજ ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ, ગોલ્ડન બીચ તેમજ નદી-કાંઠા અને ઓવારા વિસ્તારમાં આવેલા અન્ય સનસેટ પોઈન્ટની જગ્યાઓ ઉપર ચેતવણી બોર્ડ લગાડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે
Reporter: News Plus