સુરત શહેરમાં ટ્રાફિક સર્જાતા લોકોએ બીઆરટીએસ સ્ટેશનની અંદરથી વાહનો ચલાવ્યા હતા. પર્વત પાટિયા પાસેના વિસ્તારનો હાલ આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તે માટે હવે સિગ્નલ પણ કાર્યરત કરવામાં આવ્યા છે અને શહેરીજનો ટ્રાફિક સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસ ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. એવામાં એક વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં લોકો બીઆરટીએસ રૂટ તો ઠીક પરંતુ બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી વાહનો ચલાવતા નજરે ચઢ્યા હતા સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કુલ પાસેનો આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે સાંજના સમયે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો છે તો બીજી તરફ કેટલાક વાહનો બીઆટીએસ બસ સ્ટેન્ડની અંદરથી પોતાના વાહનો ચલાવી રહ્યા છે આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશીયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે અને આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એવામાં સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં ટ્રાફિકને લઈ ભીડ સર્જાતા લોકોએ બીઆરટીએસ સ્ટેશનની અંદરથી વાહનો ચલાવ્યા હતા. જે વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Reporter: News Plus