News Portal...

Breaking News :

કોર્પોરેશનની જમીન પચાવી પાડવાના મામલે હવે યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા ભાજપના પૂર્વ કોર્પોરેટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

2024-06-23 13:29:41
કોર્પોરેશનની જમીન પચાવી પાડવાના મામલે હવે યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા ભાજપના પૂર્વ કોર્પોરેટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.


TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો. યુસુફ પઠાણ દ્વારા વડોદરા કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડવાના મામલે હવે પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે મુખ્યમંત્રીને પત્ર લખી યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા તેમજ આજ સુધીનું ભાડું વસૂલવાની પણ માંગ કરી છે.


હાલ TMCના સાંસદ યુસુફ પઠાણ સામે કથિત રીતે સરકારી પ્લોટ પર દબાણ કરવાનો આરોપ લાગતા પ્લોટ ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેના બાદમાં હવે આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ઝમ્પલાવ્યું છે. અને આ મામલે યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની માંગ કરતો પત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પત્રમાં લખ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક દબાણ દૂર કરવાને બદલે નોટીસ આપી સમય આપવો જોઈએ નહીં. જ્યારથી જમીન પર કબજો જમાવ્યો છે, ત્યારથી આજ સુધીનું ભાડું પણ વસૂલવું જોઈએ. 


અને સાથે જ યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવી જોઈએ.આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું કે, "મેં મુખ્યમંત્રીને સમગ્ર મામલે પત્ર લખ્યો છે. આજે પણ તેમના ઘર બહાર નેમ પ્લેટ પર 90 નંબર લખેલો છે. તેમનો પ્લોટ 91 નંબરનો છે. 90 નંબરનો પ્લોટ સરકાર હસ્તક છે. તેમને તાત્કાલિક આ પ્લોટ ખાલી કરી દેવાનો હતો. પરંતુ તેઓ પ્લોટ ખાલી ન કરી હાઇકોર્ટ પહોંચ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પત્ર લખી આ પ્લોટ ને નામંજૂર કર્યો તો સ્થાનિક નેતૃત્વ અને અધિકારીઓ તે સમયે જ કાર્યવાહી કરવાની હતી. જેથી મેં મારા પત્રમાં પણ અધિકારીઓ અને જે પણ નેતાઓ આમાં શામેલ હોય તેમના પર કાર્યવાહી કરવા માંગ કરી છે."

Reporter: News Plus

Related Post