News Portal...

Breaking News :

આકાશવાણી - વડોદરા ખાતે STRESS MANAGEMENT વર્કશોપ યોજાયો

2024-07-28 16:03:49
આકાશવાણી - વડોદરા ખાતે STRESS MANAGEMENT વર્કશોપ યોજાયો


વડોદરા : શહેરના મકરપુરા રોડ પર આવેલ આકાશવાણી રેડિયો સ્ટેશન ખાતે અધિકારી કર્મચારીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદના ક્લસ્ટર પ્રમુખ અને ઉપમહાનિદેશક એન.એલ.ચૌહાન ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.


એન.એલ.ચૌહાને વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે.એક્સરસાઇઝ શરીરમાં સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને એન્ડોર્ફિન જેવા હેપ્પી હૉર્મોન્સને રિલીઝ કરે છે, જેનાથી આપણે આનંદનો અનુભવ કરી છીએ. આજકાલ દરેક વ્યક્તિ  થોડાઘણા સ્ટ્રેસમાં હોય જ છે. આપણે બોડીને ફીટ રાખવા માટે ઘણા પ્રકારની કસરત કરીએ છીએ પણ આપણી મેન્ટલ હેલ્થ તરફ વધારે ધ્યાન આપતા નથી, જેના કારણે આજકાલ ડિપ્રેશન જેવી ઘણી સમસ્યાઓ સમાજમાં વધી રહી છે. જો તણાવમુક્ત થવું હોય તો સ્ટ્રેસને મેનેજ કરવાના કેટલાક ઉપાય અજમાવવા જ જોઇએ.ડાન્સ કરવો ન ગમતો હોય તો તમે પોતાની પસંદની કોઇ પણ એક્સરસાઇઝ કરી શકો છો.વર્તમાન સમયમાં હરીફાઈને કારણે મનને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તે વિષય પર મેડિટેશન અને યોગ વિષેની ખૂબ જ સુંદર માહિતી આપી હતી 


આકાશવાણી વડોદરાના સ્ટેશન ડાયરેકટર જગદીશ પરમારે જણાવ્યું કે આપણે જોઇએ તો દરેક વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારના સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસ આપણા શરીરનો એક પ્રતિક્રિયા છે એવી પરિસ્થિતિઓ પ્રત્યેની જેના માટે આપણે તૈયાર નથી હોતા. જે પ્રકારે શારીરિક હેલ્થ માટે આપણે જગૃત થઈ એ છીએ એ રીતે મેન્ટલ હેલ્થને લઇને જાગરૂકતા વધારવી જોઈએ, લોકો સ્ટ્રેસને ઓળખીને તેને દૂર કરવા પ્રયત્ન ચાલુ કરવા એ સામપ્રદ સમયની માંગ છે. આ પ્રસંગે આયોજિત STRESS MANAGEMENT ઉપર વડોદરા આકાશવાણી પરિસરમાં આકાશવાણીના અધિકારીઓ / કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચૌહાને આકાશવાણી- વડોદરા પરિસરની મુલાકાત લઈ સ્વચ્છતા અને સુંદરતાને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post