News Portal...

Breaking News :

સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર સહી સલામત માદરે વતન પહોંચ્યો, પરિવારે સિક્કિમ તંત્રનો આભાર માન્યો.

2024-06-23 14:02:08
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર સહી સલામત માદરે વતન પહોંચ્યો, પરિવારે સિક્કિમ તંત્રનો આભાર માન્યો.


સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર સહી સલામત માદરે વતન પરત પહોંચ્યો. વડોદરાનો રાણા પરિવાર 7 જૂનના રોજ સિક્કિમ પ્રવાસે ગયો હતો. જ્યાં ભારે વરસાદને લઈને ભૂસ્ખલન થતાં આ પરિવાર ત્યાં સાત દિવસ સુધી ફસાઈ ગયો હતો. આખરે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાતા આજે પરિવારના સભ્યો હેમખેમ વડોદરા પરત પહોંચ્યા.


સિક્કિમમાં ફરવા ગયેલ વડોદરાનો રાણા પરિવાર સિક્કિમમાં લેન્ડ સ્લાઈડ થતાં 1500 લોકો સહીત ફસાઈ ગયો હતો. સિક્કિમમાં ફોગ, લેન્ડ સ્લાઈડ અને ખરાબ હવામાનને લીધે રાણા પરિવારના 9 સભ્યો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા તંત્ર દ્વારા પરિવારની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પરિવારની રેસ્ક્યુ કામગીરીમાં તંત્રને ખુબ જ મુશ્કેલી પડી હતી. કારણકે, મોબાઈલ નૅટવક ના હોય પરિવાર સાથે સંપર્ક થતો ન હતો. પ્રથમ તો હેલીકૉપટર દ્વારા એર લિફ્ટ કરીને પરિવારનું રેસ્ક્યુ કરવાની યોજના બનાવવામાં આવી પરંતુ ત્યાંનું હવામાન અત્યંત ખરાબ હોવાથી એર લિફ્ટની કામગીરી શક્ય ન થઇ. જેથી આખરે પરિવારના તમામ સભ્યોનું લાચુંગથી બાય રોડ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 


અને હવે રેસ્ક્યુ બાદ અને આખરે 16 દિવસ બાદ પરિવાર હેમખેમ પાછો વડોદરા ફરતા પરિવારના સભ્યોએ હાશકારો અનુભવ્યો.સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા સારો સાથસહકાર મળ્યો હોવાનો પરિવારએ દાવો કર્યો છે. સહી સલામત પરિવાર પાછો ફરતા પરિવારે સિક્કિમ તંત્રનો આભાર માન્યો. રાણા પરિવારએ જણાવ્યું હતું કે, "આર્મી, પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી અમારું રેસ્ક્યુ થયું હતું અને અમે તમામ વડોદરા હેમખેમ પહોંચ્યા. આજે 16 દિવસ બાદ હેમખેમ ઘરે પરત ફરતા હાશકારો અનુભવ્યો છે."

Reporter: News Plus

Related Post