અત્રે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં NEET પરીક્ષા ને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે પરંતુ સામેના પક્ષમાં જે વિદ્યાર્થીઓ એ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે એનો અવાજ સાંભળ વા ની જરૂર છે
જેમણે ક્યાય ગેરરીતિ નથી કરી તો એમને સજા કેમ ? શા માટે Re NEET તેમને આપવાની? વાલીઓ અને વિદ્યાર્થીઓ મા એક જ સવાલ કે અમને અન્યાય ના થવો જોઈએ સરકાર NTA અને ન્યાય પાલિકા ઉપર પુરો ભરોસો છે કે તેઓ કોઈ પણ એવો નિર્ણય નહીં લે જેથી સિસ્ટમ ઉપર નો વાલીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓ નો ભરોસો ઊઠી જાય તેવી માંગ ઉઠી રહી છે કે દોષિતો ને સજા અને નિર્દોષ વિદ્યાર્થીઓ ને ન્યાય મળે,
ક્યારેય એવું ના બનવું જોઈએ કે ગણ્યા ગાંઠિયા લોકો અપરાધ અને ગેર રીતે કરે અને તેની સજા નિર્દોષ ભોગવે,સમગ્ર દેશ માંથી એક જ સૂર ઊઠી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ એ નિષ્ઠા પૂર્વક અને સંપૂર્ણ રીતે નીતિ નિયમ મુજબ પરીક્ષા આપી છે તેને અન્યાય ના થવો જોઈએ અને જો કોઈ દોષિતો હોય તો તેમને સજા મળવી જોઈએ, તેવી માંગ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી છે.
Reporter: News Plus