વડોદરા : RBIની મંજૂરી વિના જ સંચાલકો પોન્ઝી સ્કીમ ઓપરેટ કરતા એજન્ટો પર રાજ્યના ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસા સહિત ઘણી જગ્યાઓ પર CID ક્રાઈમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
રોકાણ સામે 7 ટકા ઊંચા વ્યાજની લાલચ રોકાણકારોને આપતા હતા અને 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની પણ લાલચ રોકાણકારોને આપવામાં આવતી હતી, ત્યારે આ સ્કીમનો સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સહિત અન્ય એજન્ટો ભૂગર્ભમાં છે. સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને બીજી તરફ કરોડો રુપિયાના રોકાણ મેળવી એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો પણ મોટી ચિંતામાં છે.ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો વડે રોકાણકારો પાસે રોકાણ કરાવતા હોવાને લઈને CID ક્રાઈમે દરોડા પાડ્યા છે અને સીઆઈડી ક્રાઈમે દરોડા દરમિયાન એજન્ટોની પૂછપરછ પણ કરી છે.
ત્યારે મોટો ખુલાસો એ પણ થયો છે કે બીઝેડ(BZ) ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ કરી હતી અને ધાર્યો માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતુ. તે સમયે તેને ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા પણ દર્શાવ્યા હતા અને ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી.\સંચાલકની વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રુપિયા જ આવક હતી. ત્યારે સંચાલક સામે માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આરોપ છે. ત્યારે હવે રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નજીવી આવકમાં સ્ત્રોત સામે કરોડોનું રોકાણ કેવી રીતે શક્ય તે પણ એક સવાલ છે. મહિને એક ટકાની લાલચમાં એજન્ટોએ કરોડોના રોકાણ લોકો પાસેથી કરાવ્યા છે. રોકાણકારને ત્રણેક વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ આપી હતી.
Reporter: admin