વડોદરા: ડભોઇ રોડ પર જય નારાયણ નગર-2 માં રહેતા આતિશ ઠાકોરના ઘરે વિદેશી દારૂનો જથ્થો મોટા પાયે ઉતર્યો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી.
જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા દારૂની 2,765 બોટલો કિંમત 10.16 ની મળી આવી હતી. પોલીસે એક વાહન બે મોબાઈલ એક ટ્રાઈસીકલ અને રોકડા 120 રૂપિયા મળી ટોટલ 15.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આરોપી (1) બાબુ લહરિયા ભાઈ રાઠવા (રહે-છોટાઉદેપુર) તથા (2) અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ (રહે-જય નારાયણ નગર, ડભોઇ રોડ) ને ઝડપી પાડ્યા છે.
જ્યારે (1) બુટલેગર આતિશ ઠાકોર (2) સપ્લાયર બંસીલાલ ભૂરસિંગભાઈ રાઠવા (રહે-રોહિત, છોટાઉદેપુર) (૩) સપ્લાયર લાલસીંગ રાઠવા (રહે છોટાઉદેપુર) ઉપરાંત મોબાઈલ ફોનના માલિક, કારના માલિક તથા 2 અજાણ્યા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Reporter: admin







