રાજ્યના શિક્ષણ વિભાગ અને જીસીઇઆરટીના ઉપક્રમે ડાયટ વડોદરા ખાતે ત્રિદિવસીય રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળા કક્ષાએથી શરૂ કરી ઝોન કક્ષા સુધી વાર્તા સ્પર્ધામાં વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં પોઇચા(ક) પ્રાથમિક શાળાની ધો.૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિમિષા કનકસિંહ વાઘેલાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી વડોદરા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં પોઇચા (ક) પ્રાથમિક શાળાની વિધાર્થીની નિમિષા વાઘેલા પ્રથમ ક્રમે આવતા સમગ્ર સાવલી તાલુકામાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.
સાવલી તાલુકાનું ગૌરવ વધારવા બદલ સાવલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હેમંતભાઈ એ. માછી દ્વારા નિમિષા વાઘેલાને રૂ.૫૦૦૦/નું રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાવલી તાલુકાના તમામ ગુરૂજનોએ નિમિષા વાઘેલાને અભિનંદન પાઠવ્યા હતા.
Reporter: admin







