તાપી : 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થશે.
આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થઈ છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યાં છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા ૧૩ જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન પણ આ અવસરે કર્યું હતું.
તાપી જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રૂ. ૨.૫ કરોડ જિલ્લા કલેકટરને અને ૨.૫ કરોડ રૂા ના ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યા હતા,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે. ભારત દેશે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ સંવિધાનને અપનાવ્યું, જે વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ છે. આજે દેશમાં પ્રત્યેક નાગરિકો બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે.
Reporter: admin