News Portal...

Breaking News :

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મેઈલનો સિલસિલો : અલકાપુરીની હોટલ એક્સપ્રેસમાં રિમોટ સંચાલત

2025-01-26 11:05:07
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મેઈલનો સિલસિલો : અલકાપુરીની હોટલ એક્સપ્રેસમાં રિમોટ સંચાલત


વડોદરા : ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીનો મેઈલ આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે વડોદરાની એક્સપ્રેસ હોટલ સહિત રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે.


રાજકોટ ની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ અને હોટલગ્રાન્ડ રેજંસી સહિત 10 હોટલોને એક સાથે મેઈલ આવ્યો . તહેવાર ટાણે આ પ્રકારની ધમકીનો મેઈલ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, બોમ્બની ધમકીનો મેઈલ આવતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ છે. આ સાથે સાથે દરેક હોટલમાં તપાસ હાધ ધરી દેવામાં આવી છે.કોણે મેઈલ કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે રાજકોટ ની ભાભા હોટેલ ખાતે અત્યારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, જે હોટલોને ધમકી મળી છે તેમાં ક્રિક્રેટરો જ્યાં રોકાય છે તે હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ છે.ધમકીભર્યા મેઈલમાં લખ્યું કે..‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. થોડાક કલાકોમાં બોમ્બ ફાટી નીકળશે.આજે કેટલાય માસૂમ લોકોના જીવ જવાના છે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો.હમણાં જ ખાલી કરો.’26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિન પૂર્વે વડોદરામાં બોમ્બ મૂકાયા હોવાની ધમકીઓ મળી રહી છે. 


નવચરના સ્કૂલની પાઇપ લાઇનમાં ટાઇમ બોમ્બ મૂકાયો હોવાની ધમકી બાદ શહેરની પ્રતિષ્ઠિત અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના રૂમ અને પાઇપ લાઇનમાં રિમોટ સંચાલતિ બોમ્બ મૂકાયો હોવાનો ધમકીભર્યો ઈ-મેલ શુક્રવારે મોડી રાત્રે મળ્યો છે. પ્રજાસત્તાક દિવસના આગલા બે દિવસ સતત બોમ્બની ધમકીઓથી પોલીસ તંત્ર દોડતું થયું હતું.સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના ઈ-મેલ આઈડી પર મોડી રાત્રે 3.07 વાગે manickavasagamramalingam@outlook.com ના આઈડી પરથી ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. જેમાં જણાવ્યું કે, હોટલના રૂમ અને પાઇપ લાઇનમાં આઇઇડી (બોમ્બ) મૂકાયા છે, જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઈ શકે છે. તમે તમામ ગેસ્ટને જાણ કરી દો.જોકે આ ઈ-મેલ હોટલના મેનેજરે સવારે 11 વાગ્યાના અરસામાં જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેને પગલે સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ-ડોગ સ્ક્વોડ હોટલ પર પહોંચી હતી. ટીમ દ્વારા હોટલના ખૂણે-ખૂણે ચેકિંગ કરાયું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નહતું. પોલીસ દ્વારા ઈ-મેલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.હોટલમાં પોલીસે 3 કલાક સુધી હોટલનાં તમામ સ્થળો, રૂમ અને પાઇપ લાઇનનું ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન હોટલમાં આવેલા ગેસ્ટને વેઇટિંગમાં તેમજ રૂમમાં રહેલા ગેસ્ટને રાહ જોવા માટે બહાર ઊભા રખાયા હતા, તેમ હોટલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે ચેકિંગ દરમિયાન કશું વાંધાજનક મળી આવ્યું નહોતું.

Reporter: admin

Related Post