અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે બાયો ચઢાવી છે.
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નો મુદ્દે મેદાનમાં આવ્યું છે. મહા સંઘે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલનું રણશીંગુ ફૂંકવા તારીખ જાહેર કરી હતી. ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વર્ગ–૩ના આરોગ્ય વર્કર, જિલ્લા કક્ષાના સુપરવાઈઝર સહિતના 25 હજાર કર્મચારીઓ આગામી ૧૭મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે.
આરોગ્ય કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી હેલ્થ કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગે નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું હતું, આમ તારીખ 17 મી માર્ચથી ગ્રામીણ ક્ષેત્રની આરોગ્ય સેવાને પણ ગંભીર અસર થશે. આરોગ્ય કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
Reporter: admin