News Portal...

Breaking News :

શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કડક અમલ કરાવવા માટે પોલીસ અને તંત્રને આદેશ

2025-03-11 10:47:19
શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કડક અમલ કરાવવા માટે પોલીસ અને તંત્રને આદેશ


અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું કડક અમલીકરણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને સૂચના આપી હતી. 


ત્યાર બાદ રાજ્યમાં લોકો ફરજિયાત હેલ્મેટનો અમલ કરે તે માટે ઝૂંબેશ હાથ ધરાઈ હતી. પરંતુ અનેક લોકો આ નિયમ નહીં પાળતા હોવાથી પોલીસ તંત્રએ તેમની સામે કાર્યવાહી હાથ ધરવા કામગીરી શરૂ કરી છે. હવે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.


હેલ્મેટનો કડક અમલ કરાવવા આદેશરાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કડક અમલ કરાવવા માટે પોલીસ અને તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હાઈવે પર પણ ટ્રાફિકના જવાનોને સાથે રાખીને હેલ્મેટ ડ્રાઈવ ચલાવવા અને સીસીટીવીના માધ્યમથી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. શહેરી વિસ્તાર સિવાય નગરોમાં પણ ટુ વ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post