ધંધુકા: તાલુકાના પચ્છમ ગામના છાત્રાલયમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થી સાથે અમાનવીય શારીરિક ત્રાસ અને દુષ્કર્મના કેસમાં પોલીસે પાંચ સગીર આરોપીને રાઉન્ડ અપ કર્યા છે.

આ સમગ્ર મામલે DEOની ટીમે છાત્રાલયની મુલાકાત લઈ નિવેદનો લીધાં હતાં. અમદાવાદ ગ્રામ્ય DEOએ સંચાલક અને આચાર્યની રૂબરૂ પૂછપરછ કરી કારણદર્શક નોટિસ ફટકારી. હાલ આ મામલે પાંચ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પીડિત વિદ્યાર્થીનાં પરિવારજનોએ આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરતાં જણાવ્યું હતું કે, અમે તો અમારો છોકરો એમના ભરોસે મૂક્યો હતો પણ, સંચાલકોએ ધ્યાન ન આપ્યું. પરિવારે આક્ષેપ કર્યો છે કે, સંસ્થાના સંચાલકોની ઘોર બેદરકારી છે, તેમણે CCTV ફૂટેજ ડિલેટ કરી દીધા છે. એટલું નહિ આવા તો અનેક બનાવો આ છાત્રાલયમાં બન્યા છે.
અમારી એક જ માગ છે કે, આ ઘટના માટે જવાબદાર તમામને કડક સજા કરવામાં આવે. પોલીસ તપાસમાં વધુ આરોપીઓ સામે પણ પુરાવા મળી શકે છે.પીડિતના પરિવાર અને એક સગીર આરોપી વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાથાપાઇઅમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાનું ઘટના અંગે નિવેદન 15 દિવસ પહેલાં ઘટના બની હોવાનો સંચાલકોનો દાવો છે. શાળા આચાર્ય અને સંચાલકને નોટિસ આપવામાં આવી છે. શાળા કક્ષાનાં બાળકોમાં આવી વિકૃતિ દુઃખદ બાબત છે. સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટના ના બને એની બાંહેધરી આપી છે. શાળાનાં બાળકોમાં આ પ્રકારની ઘટના બને તે ખૂબ જ નિમ્ન બાબત છે. તમામ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. હાલ આ મામલે પાંચ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, શિક્ષકોએ ભણતરની સાથે વિદ્યાર્થીઓને મોરલ વેલ્યૂ અને નૈતિકતાના પાઠ ભણાવવા જોઇએ.
Reporter: admin