વડોદરામા 800 જેટલા યોગ શિક્ષકો અને સાધકો સહભાગી થઈને સ્વસ્થ અને નિરોગી રહેવા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત 7મીએ યોજાનારી ચૂંટણીમાં મતદાન કરવા અને કરાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.
રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વડોદરામાં યોજાયેલ ધ્યાન અને યોગ શબિરમાં પતાંજલીના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઇ ગુરવાણી બીજેપી અધ્યક્ષ ડૉ. વિજય શાહ, જીગરભાઈ ઠક્કર, ડો. મીનાક્ષીબેન પરમાર અને સંયોજક સુનિલ પટેલ ઉપસ્થિત રહયા હતા. યોગ અને ધ્યાન થી સ્વસ્થ રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર યોગ અભીયાન થકી દરેક ભારતીય ની યોગ ચેતના જાગૃત કરી રાષ્ટ્ર ચેતના જાગૃત કરવાના માટે આ શિબિર યોજાઈ હતી.વડોદરામાં શહેરમાં 400 જેટલાસ્થળોએ યોગની તાલીમ યોગ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે.ત્યારે આજના કાર્યક્રમમાં યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો, સહિત સંલગ્ન સંસ્થાઓ જોડાઈ હતી. ધ્યાન અને યોગ ના અભ્યાસ સાથે આગામી ચૂંટણીના મહાપર્વ માં મતદાન કરવા અને કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
Reporter: News Plus