વડોદરા: કોલકત્તાની R.G.મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને પગલે વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓ સહિત MLO દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી.
આ ઘટનામાં પીડિતાને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માગ કરાઈ હતી. બરોડા મેડિકલ કૉલેજના જુનિયર ડૉક્ટર ઍસોસિએશનના પ્રેસિડન્ટ ડૉ. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, કોલકત્તાની આર.જી.મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે હોસ્પિટલના જ એક કર્મી દ્વારા જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે, તેના પગલે બરોડા મેડિકલ કૉલેજના તબીબી વિદ્યાર્થીઓ રેસિડન્ટ ડૉક્ટર, ઈન્ટર્ન ડૉક્ટર, યુ.જી.ના વિદ્યાર્થી તથા MLO સહિતના ૨૫૦ થી ૩૦૦ તબીબોએ એકઠા થઈને હોસ્પિટલના આર.એમ.ઓની ઓફિસથી તાત્કાલિક સારવાર વિભાગ સુધી શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પિડીતા અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે, સહારો મળે તે માટે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કૉલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કૉલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
Reporter: admin