News Portal...

Breaking News :

SSG હોસ્પિટલ માં દર્દીઓ ગરમીથી પરેશાન ઘરેથી પંખા અને પાણી જગ લઈને આવ્યા

2024-05-25 13:33:56
SSG હોસ્પિટલ માં દર્દીઓ ગરમીથી પરેશાન ઘરેથી પંખા અને પાણી જગ લઈને આવ્યા


વડોદરા સહિત રાજ્યમાં અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે. પારો બેકાબૂ બનતાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે અને હિટસ્ટ્રોક તથા ગરમીની અસરને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે


ત્યારે વડોદરાની SSGH માં દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં કાળઝાળ ગરમીથીમાં દર્દીઓ શેકાયા છે. જેના લીધે દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને આવ્યા છે. બીજી બાજુ, હોસ્પિટલના અધિક્ષકની ઓફિસમાં ACની વ્યવસ્થા છે. આવામાં દર્દીઓ સંશાધનો ઘરેથી લાવવા મજબૂર બન્યા છે.હોસ્પિટલ અધિક્ષકની ચેમ્બરમાં AC હોવાનું સામે આવ્યું છે. 



આ દરમિયાન અમદાવાદમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મોત થયા છે. આ દર્દી સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે દાખલ હતા. હીટસ્ટ્રોકના કારણે એક દિવસમાં બે દર્દીઓનાં મોત નીપજ્યા છે. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. એક દર્દીને 104 ડિગ્રી તો બીજા દર્દીને 105 ડિગ્રી તાવ સાથે દાખલ કરાયો હતો. હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 10ની હાલત ગંભીર છે.

Reporter: News Plus

Related Post