ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પવિત્ર રામ જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં એક SSF જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું છે .
મળતી વિગતો મુજબ આ ઘટના વહેલી સવારે 5.25 વાગ્યે બની હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તુરંત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવયો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ સૈનિકને મૃત જાહેર કર્યો હતો. જવાનની ઓળખ 25 વર્ષીય શત્રુઘ્ન વિશ્વકર્મા તરીકે થઈ છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ રામજન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો.ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું ગોળી વાગતાં મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 કલાકે બની હતી. આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું. 25 વર્ષીય શત્રુઘ્ન આંબેડકર નગરના રહેવાસી હતા. સવારે રામમંદિર પરિસરમાં ગોળીનો અવાજ સંભળાયો હતો.
આ તરફ હાજર પોલીસ સ્ટાફે જોયું કે શત્રુઘ્ન લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને તેમને ગોળી વાગી હતી. જેને લઈ સાથી સૈનિકો તેમને હોસ્પિટલ લઈ ગયા. અહીંથી ઘાયલ સૈનિકને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ તરફ સૈનિકના મોતથી અયોધ્યા રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. IG અને SSP ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે જાતે ઘટના સ્થળે તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
Reporter: News Plus