News Portal...

Breaking News :

શ્રીરામની જન્મભૂમિ અયોધ્ય હવે NSG કમાન્ડોનું હબ બનશે

2024-06-13 10:07:11
શ્રીરામની જન્મભૂમિ અયોધ્ય હવે NSG  કમાન્ડોનું હબ બનશે


ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્ય હવે NSG  કમાન્ડોનું હબ બનશે. આતંકવાદના ભય અને તેમનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. એનએસજીના બ્લેક કેટ કમાન્ડો અયોધ્યામાં બનનારા એનએસજી હબમાં ગોઠવાયેલા હશે


એનએસજીને અયોધ્યામાં આતંકવાદ વિરોધી અને અપહરણ વિરોધી અભિયાનોની ખાસ જવાબદારી સોંપવામાં આવશે. કેદ્ર સરકાર અયોધ્યામાં એનએસજી હબ બનાવવાની દિશામાં ઝડપથી કાર્ય કરી રહી છે.  અયોધ્યામાં રામમંદિરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવાની તૈયારી ચાલી રહી છે. આ સંજોગોમાં હવે એનએસજી યુનિટ અયોધ્યામાં તૈયાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ અયોધ્યાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બ્લેક કેટ કમાન્ડો ગોઠવવામાં આવશે.


રામમંદિરની સલામતી માટે ગોઠવવામાં આવેલી પીએસીના જવાનોની ટીમને દર બે મહિને બદલવામાં આવે છે. રામમંદિરની સુરક્ષામાં પીએસીની આઠ કંપનીઓ યુપી એસએસએફને આપવામાં આવી છે. એટીએસ યુનિટની સંખ્યા પણ અયોધ્યામાં હાજર હોય છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ હાલમાં વીઆઇપી સુરક્ષામાં ગોઠવાયેલા એનએસજીની વીઆઇપી સિક્યોરિટી યુનિટ પાસેથી આ જવાબદારી સંપૂર્ણપણે પરત લઈને તેને સીઆરપીએફની વીઆઇપી સિક્યોરિટી યુનિટને સોંપવાની તૈયારી ચાલી રહી છે.

Reporter: News Plus

Related Post