News Portal...

Breaking News :

લાલ કિલ્લા પર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદીની દયાની અરજી રાષ્ટ્રપતિ ફગાવી દીધી

2024-06-13 10:03:12
લાલ કિલ્લા પર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદીની દયાની અરજી રાષ્ટ્રપતિ ફગાવી દીધી


 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી આરીફ ઉર્ફે અશફાકની દયા અરજી ફગાવી દીધી છે. 


રાષ્ટ્ર્રપતિ મુર્મુએ તેમના કાર્યકાળમાં બીજી વખત દયા અરજી ફગાવી હતી. 3 નવેમ્બર, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે આરિફની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી અને આ કેસમાં તેને મળેલી મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી. આ મામલે નિષ્ણાતો માને છે કે મૃત્યુદંડનો દોષી બંધારણની કલમ 32 હેઠળ લાંબા વિલંબના આધારે તેની સજામાં ફેરફાર માટે હજુ પણ ટોચની કોર્ટમાં અપીલ કરી શકે છે.રાષ્ટ્રપતિ સચિવાલયના 29 મેના આદેશને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે આરિફની દયા અરજી 15 મેના રોજ મળી હતી, જેને 27 મેના રોજ ફગાવી દેવામાં આવી હતી. ફાંસીની સજાને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરિફની તરફેણમાં એવા કોઈ પુરાવા નથી કે જેનાથી તેના ગુનાની ગંભીરતા ઓછી થાય.


સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરનો હુમલો દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે સીધો ખતરો હતો.ગત 22 ડિસેમ્બર 2000ના રોજ લાલ કિલ્લા પરિસરમાં તહેનાત 7 રાજપૂતાના રાઈફલ્સના યુનિટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાની નાગરિક અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) ના સભ્ય આરિફની હુમલાના ચાર દિવસ પછી દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

Reporter: News Plus

Related Post