News Portal...

Breaking News :

ચાર-છ મહિના રાહ જુઓ, રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું.

2024-06-13 09:59:05
ચાર-છ મહિના રાહ જુઓ, રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું.


લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધને ભાજપની આગેવાની હેઠળના એનડીએ સામે મોટો પડકાર ફેંક્યો હતો.  એનડીએને ૪૦૦ પાર બહુમતી નથી મળી, પરંતુ I.N.D.I.A.એ પણ 235 બેઠકો જીતી. મહારાષ્ટ્રમાં પણ વિપક્ષી છાવણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 


મહારાષ્ટ્રમાં48 માંથી 41 બેઠકો જીતી હતી. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણના બે મોટા નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને પાર્ટીમાં વિભાજનનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી પરિણામો તેમની તરફેણમાં આવતા તેઓ ખૂબ જ ખુશ છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને હરાવવા તૈયાર છે તેઓ દાવો પણ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે તેમના પક્ષના નેતાઓ, અધિકારીઓ અને કાર્યકરોને વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવાનો આદેશ આપ્યો છે. શરદ પવારે તેમના પ્રવાસો શરૂ કરી દીધા છે. પવારે વિવિધ ગામોમાં ખેડૂતો અને ગ્રામજનો સાથે બેઠકો શરૂ કરી છે. આ દરમિયાન શરદ પવારે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાત કરી અને કહ્યું કે, ચાર-છ મહિના રાહ જુઓ, હું રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે દરેકે રસ્તા પર ઉતરવું પડશે.”


શરદ પવારે પુરંદર તાલુકાના કોલવિહીરામાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી. આ વખતે તેમણે કહ્યું, "તમે ચાર-છ મહિના રાહ જુઓ, હું રાજ્ય સરકાર બદલવા માંગુ છું." જ્યાં સુધી આ સરકાર નહીં બદલાય ત્યાં સુધી અમે ખેડૂતો માટે જે નીતિઓ ઇચ્છીએ છીએ તેનો અમલ નહીં કરી શકીએ. સરકાર બદલાશે ત્યારે ખેડૂતો માટે કામ કરીશું. પવારે કહ્યું કે મને નથી લાગતું કે વર્તમાન શિવસેના- ભાજપ-એનસીપી સરકાર પણ આ સમસ્યાઓને સમજે છે. વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા પવારે કહ્યું કે, જો અમારી માંગણીઓ પર ધ્યાન આપવામાં ન આવે તો તમારે આગામી ચારથી છ મહિનામાં નીતિ ઘડતરની સત્તા અમને સોંપવી જોઈએ

Reporter: News Plus

Related Post