News Portal...

Breaking News :

અમિત શાહ અને ભાજપે જ RSSને અપ્રાસંગિક બનાવી દીધો

2024-06-13 09:53:55
અમિત શાહ અને ભાજપે જ RSSને અપ્રાસંગિક બનાવી દીધો


રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મણિપુરમાં શાંતિ સ્થાપવા અપીલ કરી હતી. તેમજ ચૂંટણી પ્રચારમાં નેતાઓના બેફામ નિવેદનોની ટિકા કરી હતી.


આ ટીકા ઉપર કોંગ્રેસ પ્રવક્તા એ કહ્યું હતું કે, આરએસએસને મોદી, અમિત શાહ અને ભાજપે જ અપ્રાસંગિક બનાવી દીધો છે. બંધારણ, લોકશાહી અને સમાજ પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે, તેને આરએસએસ કે મોહન ભાગવતની જરૂર નથી. ખેડૂતો, દલિતો, વંચિતો પર અત્યાચાર સમયે મોહન ભાગવત મૌન રહ્યા છે.કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી હેડ પવન ખેરાએ મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે ખેડૂતો પર દિલ્હીની સરહદે અત્યાચાર થઇ રહ્યો હતો ત્યારે મોહન ભાગવત ચૂપ રહ્યા, હાથરસમાં દલિત યુવતીની રેપ બાદ હત્યા કરાઇ દેવાઇ ત્યારે તમે ચૂપ હતા, બિલકિસ બાનોના બળાત્કારીઓને છોડી મુકાયા અને તમારી વિચારધારા ધરાવતા લોકોએ તેનું સ્વાગત કર્યું ત્યારે તમે ચૂપ હતા, દલિતો પર પેશાબ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તમે ચૂપ હતા, પેહલુ ખાન અને અખલાકની હત્યા થઇ ત્યારે તમે ચૂપ હતા, કન્હૈયાલાલના હત્યારાઓની ભાજપ લિંક સામે આવી ત્યારે તમે ચૂપ હતા.


કોંગ્રેસે કહ્યું હતું કે તમારા મૌન અને મોદીએ તમને તેમજ સંઘને અપ્રાસંગિક બનાવી દીધા છે. અમિત શાહ અને ભાજપે જ સંઘ અને ભાગવત તમને અપ્રાસંગિક બનાવી દીધા છે. જ્યારે ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરી રહ્યા હતા ત્યારે તમારી પાસે બોલવાની અંતિમ તક હતી, જોકે તમે ત્યારે પણ મૌન રહ્યા. આ પહેલા મોહન ભાગવતે નાગપુરમાં સંઘના કાર્યકર્તાઓને સંબોધતા મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો સાથે જ કહ્યું હતું કે, સાચો સેવક ક્યારેય અહંકારી ના હોવો જોઇએ. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઇ રહ્યું છે. ચૂંટણીમાં નેતાઓએ મર્યાદા ઓળંગી છે.  

Reporter: News Plus

Related Post