News Portal...

Breaking News :

ઉનાળુ વેકેશન પૂર્ણ, આજથી શાળાઓનો પ્રારંભ. શાળાઓના ઓરડાઓ બાળકોની કલબલાટથી ગુંજી ઉઠશે

2024-06-13 12:01:54
ઉનાળુ વેકેશન પૂર્ણ, આજથી શાળાઓનો પ્રારંભ. શાળાઓના ઓરડાઓ બાળકોની કલબલાટથી ગુંજી ઉઠશે


ઉનાળુ વેકેશન પૂર્ણ થઇ ગયું છે અને આજે ગુરુવારથી શાળાઓ પુનઃ શરુ થઇ જશે. શાળાના ઓરડાઓ બાળકોના કિલકિલાતથી ગુંજી ઉઠશે અને બાળકો માટે નવા સત્રની ફિર વહી રફ્તાર શરુ થશે. જો કે કેટલીક સંસ્થાઓમાં વેકેશન તો ખુલશે પણ મનપા દ્વારા મારવામાં આવેલા સીલ નહિ ખુલે તેવો ઘાટ જોવા મળશે. ફાયર સેફટીના અભાવે પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે  તેના પગલે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જરૂરી પરવાનગી લેવા માટે હાલ દોડધામ કરવામાં આવી રહી છે. 


ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા ગુરુવારથી બાળકો પાછા પોતાની શાળાઓની પાટલીઓ ઉપર ગોઠવાઈ જશે. શાળા એ જ હશે, મિત્રો એ જ હશે બસ બદલાયો હશે તો માત્ર વર્ગખંડ. ઉનાળા વેકેશનના સંસ્મરણો સાથે બાળકો પહેલા દિવસે શાળામાં પહોંચશે અને પોતાના મિત્રો સાથે પુરી ન થાય તેટલી વાતોમાં પડી જશે. નવા સત્રની શરૂઆત થતાની સાથે જ બાળકો લયબદ્ધ બની જશે. જો કે વડોદરામાં રાજકોટની દુર્ઘટનાના પગલે ફાયર એનઓસી માટેની કામગીરી કરવામાં આવી હતી. અને જેની પાસે તે ન હોય તેવા લોકોને નોટિસ આપી સીલ મારવા સુધીની કામગીરી કરવામાં આવી છે. જેમાં કેટલીક શાળાઓ અને કેટલાક ટ્યુશન ક્લાસિસનો પણ સમાવેશ થાય છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ માટે વેકેશન તો ખુલશે પણ સીલ નહિ ખુલે તેવો ઘાટ જોવા મળશે. ત્યારે હાલ શાળાના સંચાલકો દ્વારા પણ અંતિમ સમયે દોડધામ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.શહેરમાં એક પણ સરકારી પ્રાથમિક શાળા સીલ નથી કરાઈ.શહેરમાં 121 જેટલી મનપા સંચાલિત પ્રાથમિક શાળાઓ આવેલી છે. જે પૈકી એક પણ શાળાને નોટિસ કે સીલ કરવામાં આવી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જાન્યુઆરી મહિનામાં જ તમામ ઇકવીપમેન્ટ્સ બદલી નાખવામાં આવ્યા હતા. અને ફાયર એનઓસી સહીત તમામ જરૂરી પરવાનગીઓ મેળવી લેવામાં આવી હતી. જેથી કાલે તમામે તમામ 121 શાળાઓ ખુલશે. અમારા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે શાળાઓની સાફ સફાઈ કરી દેવામાં આવે તેમજ પાણીની ટાંકીઓ પણ સાફ કરાવી પાણીની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવે. તે પણ પૂર્ણ થઇ ગઈ છે. - મિનેષ પંડ્યા, અધ્યક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ



આજથી વેકેશન બાદ સ્કૂલો ચાલુ થઈ આજ સવાર થીજ બાળકો માં આનદ ઉલાસ જોવા મળ્યો આજ થી 2024 નું નવું પ્રમાણપત્ર બાદ સ્કૂલો ચાલુ થઈ છે ત્યારે બાળકો માં સવાર થી સ્કૂલ માં જવા માટે ખુશી જોવા મળી ત્યારે ઘણા સમય બાદ સ્કૂલ ચાલુ થવા થી તેમના વાલીઓ બાળકો ને પેહલા દિવસે જ સ્કૂલ માં મૂકવા આવ્યા હતા સ્કૂલ માં આવકારવા માટે બાળકો ને તિલક અને ફૂલો આપી સ્વાગત કરવા માં આવ્યું હતું સાથે વાલી ઓ માં પણ આનંદ જોવા મળ્યો બાળકો ને જોઈ તેમના ટીચર પણ ખુશ થયા હતા નવા બાળકો ને અને જુના સ્ટુડન્ટ તેમના ટીચરરો ને જોઈ પગે પડી આશીર્વાદ લીધા હતા

Reporter: News Plus

Related Post