ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હરણી બોટ કેસમાં વડોદરા ડીસ્ટ્રીક્ટ કોર્ટમાંથી યેનેકેન જામીન ઉપર છૂટેલા આરોપીઓને,નોટીસ બજી. સરકારે જામીન રદ કરવા હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી છે.. મોટાભાગના આરોપીઓને નોટિસ બજી ચૂકી છે.હાઈકોર્ટમાં જો સરકાર જામીન રદ કરવામાં સફળ થાય તો આરોપીઓને ફરી જેલમાં જવાનો વખત આવે.વડોદરા શહેર પોલીસની તપાસમાં કાચું કપાયું છે,તે હકીકત છે.પાલિકાનાં હાલમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ તથા તત્કાલીન અધિકારીઓનાં તપાસમાં નામ ખુલ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરી 2024નાં રોજ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઈડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ રહી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.
Reporter: News Plus