હાલોલ નગર ખાતે આજે અક્ષય તૃતીયા એટલે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા અજર અમર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પાવન દિવસ એટલે કે પરશુરામ જયંતિની હાલોલ નગર ખાતે વસતા બ્રહ્મ સમાજ દ્વારા ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી છે જેમાં હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમ અને પરશુરામ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા આજે શુક્રવારે સાંજે 6:00 કલાકના સુમારે પરશુરામ જયંતિને અનુલક્ષીને વર્ષોની પરંપરા અનુસાર પરંપરાગત રીતે ભારે ધાર્મિક વાતાવરણમાં નગરના રાજમાર્ગો પર ભગવાન શ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં
હાલોલ શહેરની મધ્યમાં હાલોલ નગરપાલિકાના તળાવની પાળ પર આવેલ શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભગવાન શ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા શુભારંભ કરાયો હતો જે શોભાયાત્રામાં હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસ મહારાજ તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર, હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ શહીદ ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો સહિત અનેક અગ્રણીઓ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા એકમ હાલોલના હોદ્દેદારો સદસ્યો તેમજ શ્રી પરશુરામ જયંતિ ઉત્સવ સમિતિના હોદ્દેદારો તેમજ હાલોલ નગરના બ્રહ્મ સમાજના અનેક મહિલા પુરુષ સહિત અબાલ વૃદ્ધો ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ઉમંગ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં શ્રી પરશુરામ શોભાયાત્રા શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વાજતે ગાજતે ડીજે સાથે નીકળી પાવાગઢ રોડ પાવાગઢ ખાતે રહી બોમ્બે હાઉસ ત્રણ રસ્તા ખાતે થઈ સ્વામિનારાયણ ચોકી રહી નગરના મુખ્ય બજારમાં થઈ નગરના વિવિધ માર્ગો પર ભગવાન શ્રી પરશુરામના ગુણગાન અને સ્તુતિ ગાન ગાતી ભારે ધાર્મિક વાતાવરણમાં ફરી પરત શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી સંપન્ન થઈ હતી જ્યાં બ્રાહ્મણ પંચની વાડી ખાતે ભગવાન શ્રી પરશુરામની મહાઆરતી સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા.
Reporter: News Plus