News Portal...

Breaking News :

વાઘોડિયા તાલુકાના કોતંબી ગામે બની રહેલ નવીન સમશાન માં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર.

2024-05-10 20:17:02
વાઘોડિયા તાલુકાના કોતંબી ગામે બની રહેલ નવીન સમશાન માં કોન્ટ્રાક્ટર દ્વારા  ભ્રષ્ટાચાર.


વાઘોડિયા તાલુકાના કોતંબી ગામે બની રહેલ નવીન સમશાન માં ભ્રષ્ટાચાર ની બુમો ઉઠી. વાઘોડિયા તાલુકાના કોટમબી ગામે નવીન બની રહેલ શમશાન માં હજુ તો કામ ગીરી પૂરી થઈ ન હતી ત્યાર પહેલાં સમશાન જમીન દોસ્ત થઈ જતાં સમશાન કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની  ગ્રામજનો માં બૂમો ઉઠવા પામી છે. નવીન સ્મશાન બની રહ્યું હતું હજુ તો સમશાન ના સ્લેબ ખોલતાજ શમશાન પડીને જમીન દોષ થઈ ગયું શમશાન માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોમાં આક્ષેપ કર્યો છે. 


 કોટમબી ગ્રામ પંચાયતમાં સાંસદની ગ્રાન્ટમાંથી નવીન સ્મશાન બનાવવામાં આવી રહ્યું હતું નવીન શમશાન  સ્લેપ સાથે જમીન દોસ્ત થઈ ગયું શમશાન જમીન દોસ્ત થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. શમશાન ની કામગીરીમાં વપરાતું સિમેન્ટ.. તેમજ સળી નું મટીરીયલ હલકી કક્ષાનું વાપર્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.શમશાન ના સ્લેબ સાથે શમશાન ના બીમ કોલમ પણ જમીનદોસ્ત થઈ ગયા શમશાન નો ઉપયોગ થાય તે પહેલા  જમીન દોસ્ત થતા ગ્રામજનોનો ભ્રષ્ટાચાર થયા હોવાનો  આક્ષેપો કર્યો છે.શમશાન માં મટીરીયલ હલકી કક્ષાનું વાપર્યું હોવાનું જણાવતા ગ્રામજનો સિમેન્ટ તેમજ સળી નો ઉપયોગ પણ ન થયો હોવાનું આરોપો લગાવ્યા છે. શમશાન માં ટૂંકા દિવસોમાં જ સ્મશાન બનાવી દેવાયો હોવાનું જણાવ્યું હતું.



તેમજ ચાર દિવસમાં સમશાન નો સ્લેબ ખોલી નાખ્યા જેને લઈ આ પ્રકારની ઘટના બની હોવાનું સરપંચ એ માહિતી આપી છે. લોકસભાની ચૂંટણીમાં હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા સ્મશાનમાં ગોલમાલ કરીને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા આ ઘટના બની છે. આગામી સમય માં યોગ્ય કામગીરી ફરીથી કરાવવામાં આવશે તેવું ગ્રામ પંચાયત સરપંચ કાંતિભાઈએ જણાવ્યું છે.









રિપોર્ટર.. રાજુ મનસૂરી વાઘોડિયા

Reporter: News Plus

Related Post