News Portal...

Breaking News :

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ

2024-04-16 12:10:20
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ SVEEP અને TIP અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે રમતગમત સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે જાગૃતિ ઉભી કરવા  જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,વાઘોડિયા રોડ ખાતે રવિવારે રમતગમત સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં વિવિધ ૧૦ જેટલી રમતોના ૨૦૦ રમતવીરોએ ભાગ લઈ રમતગમતના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.

આ રમતગમત સ્પર્ધામાં રમતવીરોએ ફૂટબોલ, હોકી, વોલીબોલ ખો-ખો, રસ્સા ખેચ, યોગાસન બેડમિન્ટન, ચેસ અને ગિલ્લી દંડા જેવી રમતો રમી મતદાન માટે મતદાતાઓને અપીલ કરી હતી.આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ રમતવીરોએ આગામી ચૂંટણીમાં અવશ્ય  મતદાન કરવા માટે સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોષી,જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ,કેતુલ મહેરિયા સહિત વિવિધ રમતોના રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post