ગુજરાત રાજ્યના યુવા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્યએ રમત ગમત ક્ષેત્રે હરણ ફાળ ભરી છે.

ખાસ ગુજરાતના છેવાડાના ગામ ના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા ગુજરાત સરકાર ઘણી રમત ગમત ની યોજનાઓ ચલાવે છે. જે સંદર્બે ગુજરાત રાજ્ય ના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ હતું. તાજેતરમાં આયોજિત થયેલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલેકે 9 થી 11 વર્ષના રમત ગમતના રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવેલ હતી.

કુલ મળી ને 260 થી વધુ યંગ ટેલેન્ટ બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. આજરોજ વડોદરા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં 30 મીટર દૌડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, 800 મીટર દૌડ, શટલ રન સાથેના માપદંડો ઉપર બહેનો નો ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ મળીને 120 થી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આજ રોજ આ ટેસ્ટ માં ભાગ લીધો હતો. જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત માં મોકલવામાં આવનાર છે. યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયામાં 12 માર્ચ ના રોજ ભાઈઓ નો ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે. આજરોજ આયોજિત થયેલ યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા વિશે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.








Reporter:







