વડોદરા મહાનગર ના કારેલીબાગ સ્થિત નમો કાર્યાલય ખાતે તા.૧૦/૦૩/૨૫ ના રોજ વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ સહીત હોદેદારો અને કાઉન્સિલરો શિક્ષણ સમિતિ ના સભ્ય ની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વડોદરા શહેરના નવનિયુક્ત પ્રમુખશ્રી ડૉ.જયપ્રકાશભાઈ સોની ની અધ્યક્ષતા માં બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન મોરચા ના પ્રમુખ હર્ષદ પરમાર એ કર્યું હતું આ બેઠક માં મહામંત્રીશ્રી રાકેશ સેવક , મોરચા ના પ્રભારી મહામંત્રી શ્રી સત્યેન કુલાબકર, કાઉન્સિલર શ્રીઓ , શહેર મોરચાના મહામંત્રી શ્રીઓ યોગેશ પરમાર મનીષ ભાઈ કાપડિયા તથા શહેર મોરચાના ટીમ તથા વોર્ડ મોરચાના ટીમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં પ્રમુખ શ્રી ડો જયપ્રકાશ સોની એ મોરચા ના કાર્યકર્તા ઓને માર્ગદર્શન આપ્યું હતું અને નિસ્વાર્થ ભાવે પાર્ટી સંગઠન ને મજબૂત કરવા મોરચા ઓને વધુ મજબૂત કરવા ની હાકલ કરી હતી
તેમણે કાર્યકર્તા ઓનો ઉત્સાહ વધારી મોરચા ની ટીમ વધુ મજબૂત બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું નવ નિયુક્ત પ્રમુખ ના ભવ્ય સ્વાગત મોરચા ના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર એ તલવાર અને કેસરી પાઘડી પહેરાવી કર્યું હતું જયારે મોરચા ની ટીમ એ બાબા સાહેબ ની છબી તેમજ કમળ ના પુષ્પ હાર થી ભવ્ય સ્વાગત કર્યું હતું
Reporter: admin