News Portal...

Breaking News :

વડોદરામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન

2025-03-10 21:11:20
વડોદરામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન

 


વડોદરા : શહેરની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નિરાધાર પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે "પ્રજ્ઞાચક્ષુ મહિલા ગૃહ" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે શિવધારા ફ્લેટ, આકાશવાણીની બાજુમાં યોજાયું.



આ ગૃહની સ્થાપના દાતાઓની સહાયથી કરવામાં આવી, જેથી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને રહેવા અને જમવા માટે સુવિધા મળી રહે. સાથે જ, દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.



સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરેક મહેમાનને ગિફ્ટ આપવામાં આવી, અને વિશેષ જમણવારનું પણ આયોજન કરાયું. આ કાર્યમાં દાતાઓએ મહત્વનો ફાળો આપ્યો હતો, અને દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Reporter: admin

Related Post