News Portal...

Breaking News :

ટુર્નામેન્ટમાં 'સરોગેટ' જાહેરાતો સહિત દરેક તમાકુ, દારુના પ્રચાર પર પ્રતિબંધ

2025-03-10 20:08:56
ટુર્નામેન્ટમાં 'સરોગેટ'  જાહેરાતો સહિત દરેક તમાકુ, દારુના પ્રચાર પર પ્રતિબંધ




દિલ્હી : IPLની 18 સીઝન 22 માર્ચના રોજ શરુ થઈ રહી છે. આ પહેલા આઇપીએલમાં આવતી જાહેરાતોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે એક પત્ર લખ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને 22 માર્ચના રોજ શરુ થનારી ટુર્નામેન્ટમાં 'સરોગેટ'  જાહેરાતો સહિત દરેક પ્રકારની તમાકુ અને દારુના પ્રચાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ કર્યો છે. સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક અતુલ ગોયલે આઇપીએલ અધ્યક્ષ અરુણ ધૂમલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, ક્રિકેટના ખેલાડીઓ ભારતના યુવાનો માટે રોલ મોડલ છે. તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પ્રકારની તમાકુ અથવા દારુની જાહેરાત સાથે જોડાવું જોઈએ નહીં.



સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક અતુલ ગોયલે પત્રમાં લખ્યું છે કે, આઇપીએલમાં સરોગેટ જાહેરાતો સહિત તમાકુ અને દારુ સંબંધિત દરેક પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ લાગુ કરવાના નિયમનો કડક અમલ થવો જોઈએ. 


આવી જાહેરાતો સ્ટેડિયમની અંદર અને રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારણ દરમિયાન પણ ન બતાવવામાં આવે. સ્પર્ધા દરમિયાન અને રમતગમત સુવિધામાં તમાકુ અને દારુનું વેચાણ પણ ન થવું જોઈએ.  આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, 'એવા ખેલાડીઓ (કોમેન્ટેટર્સ સહિત) ને નિરાશ કરો જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દારૂ અથવા તમાકુ સંબંધિત ઉત્પાદનોનું સમર્થન કરે છે.'

Reporter: admin

Related Post