News Portal...

Breaking News :

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવાની કસરત શરૂ

2025-03-10 18:24:51
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવાની કસરત શરૂ


વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવાની કસરત શરૂ કરી છે જેના ભાગરૂપે વર્ષ 2025-26 ના ખર્ચ અને આવકનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવામાં આવનાર છે જેને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગો પાસેથી 31 માર્ચ સુધીમાં જરૂરી માહિતી મોકલી આપવા ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ પરિપત્ર જારી કરી સૂચના આપી છે.


નાણાકીય વર્ષ પૂર્ણ થનાર છે. નાણાકીય વર્ષ દરમ્યાન સંબંધિત વિભાગો દ્વારા સંલગ્ન બજેટ સદરે મંજુર થયેલ જોગવાઈ મુજબ જો નાણાકીય સમર્થન મેળવવાના બાકી હોય તો તેવા કામો માટેનું નાણાકીય સમર્થન મેળવી કરાવેલ કામો સામે ચુકવવાપાત્ર બીલોના ચુકવણાં માટે પ્રસ્થાપિત કાર્ય પદ્ધતિ પ્રમાણે બીલો તૈયાર કરી સમયસર હિસાબી શાખા મારફતે ઓડીટ શાખામાં નિશ્ચિત મુદતમાં રજુ કરી મંજુર કરાવી તેના ચુકવણાં કરવા જરૂરી છે. નિભાવણી, વહીવટી અને જરૂરી અન્ય ચુકવણાં અંગેની કાર્યવાહી સમયસર કરવા જરૂરી છે જેથી બજેટમાં કરેલ જોગવાઈ અન્વયેની રકમોનો પુરેપુરો વપરાશ થઈ શકે. જેને ધ્યાને લઇ વિવિધ વિભાગોએ જરૂરી સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.સંબંધિત વિભાગો દ્વારા કરાવવામાં આવેલ કામ પૂર્ણ થયા બાદ અથવા તો ખર્ચ અંગેના બીલો સત્વરે ચુકવણાં અર્થે રજુ કરવામાં આવે તે હિતાવહ છે. 


અધિકાર પરત્વે મંજુરી મેળવીને બીલોના ચુકવણાં કરવા માટે તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. આમ નહિં થવાના કારણે ચુકવણું થવામાં વિલંબ થવાથી વાદવિવાદના બનાવો ઉપસ્થિત થાય છે અને હિસાબી તથા ઓડીટ શાખામાં બીલોનો ભરાવો ન થાય અને બીલોના ચુકવણાં સમયસર મુદતમાં થાય તે અંગે સંબંધિત વિભાગે તકેદારી રાખવી જરૂરી છે. સંબંધિત વિભાગો દ્વારા તસલમાત લઇ અગાઉં જે ચુકવણાં કરવામાં આવેલ તેવા બાકી તસલમાતના જમા ખર્ચ માટે રીવાઇઝ બજેટમાં પૂરતી જોગવાઈ કરેલ હોઇ, તમામ બાકી તસલમાતો માટે જમા-ખર્ચના બીલો બનાવી જમા-ખર્ચ કરાવવા બાબતે વિભાગ કાર્યવાહી નિયત સમયમાં પૂર્ણ કરે તેવી કાળજી વિભાગે લેવાની રહેશે.પાલિકા દ્વારા રીફોર્મ્સ તેમજ વિવિધ કોમ્પ્લાયન્સીસ પૈકી એક કમ્બ્લીશન નાણાકીય વર્ષ પૂર્ણ થયા પર વાર્ષિક રિપોર્ટ સહ રિપોર્ટ વિગેરે  રજુ કરવાનો હોય છે. તમામ કાર્યવાહી મે માસના અંત પહેલાં પૂર્ણ કરવાની હોય છે. પાલિકાનો નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિક રીપોર્ટ તા.૨૦.૦૫.૨૦૨૫ પહેલાં પૂર્ણ કરી નિયત સમયમાં રજુ કરવાનો લક્ષ્યાંક હોઇ તેને પણ ધ્યાનમાં રાખી બીલોના ચુકવણાં અંગેની કાર્યવાહી સમયસર થાય તે જરૂરી છે.

Reporter: admin

Related Post