વડોદરા : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો. ત્યારે વડોદરાના માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જીતનો બનાવવા ભેગા થયા હતા.
જેમાં કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંને જૂથના લોકોએ સામસામે છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. તેનો કેટલાક લોકોએ વિડિયો પણ બનાવી લીધો હતો. પરંતુ હજુ સુધી મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવું સત્તાવાર જાણવા મળ્યું નથી.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો 9 માર્ચના રોજ યોજાયો હતો. જેમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું હતું. ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચમાં વિજેતા બનતા વડોદરા શહેરમાં માહોલ જોવા મળ્યો હતો.
મોડી રાતના શહેરીજનો વિવિધ વિસ્તારોમાં ભેગા થયા હતા અને ફટાકડા ફોડી ગીતની ખુશી વ્યક્ત કરી હતી. દરમિયાન માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જેમાં ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અગમ્ય કારણોસર ઝઘડો હતો. જેમાં બંને જૂથના યુવકોએ સામ સામે છુટા હાથની મારામારી કરતા જણાયા હતા. અન્ય લોકોએ આ મારામારીનો વીડિયો પણ ઉતારી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.
Reporter: admin