ગ્રીન રાઈસ બનાવવા માટેની સામગ્રીમાં 1 કપ બાસમતી ચોખા, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 2 કપ કોકોનટ મિલ્ક, તમાલપત્ર, 3 ચમચી કોથમીર, 2 ચમચી ફુદીનો, 2 સમારેલા લીલા મરચા અને પાણી જરૂરી છે.
ચોખા ધોઈ 2 કલાક પલાળી રાખવા. ગેસ પર એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય ત્યારે ચોખાને પાણીમાંથી કાઢી તેમાં ઉમેરવા. પાંચ થી સાત મિનિટ ધીમા તાપે સાંતડવા. તેમાં કોકોનટ મિલ્ક, તમાલપત્ર અને મીઠુ ઉમેરવા. ઢાંકીને ધીમા તાપે ચડવા દેવા. ચોખા ચડી જાય એટલે તમાલપત્ર કાઢી તેના પર કોથમીર, ફુદીનો અને લીલા મરચા ભભરાવી દેવા.
Reporter: admin