વિશ્વ મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં મહિલાઓની સિદ્ધિઓ, હક્કો અને સમાનતાની લડતને માન્યતા આપતો છે.

આ દિવસ મહિલાઓ માટે સમાનતા, સ્વતંત્રતા અને અધિકારોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે. મહિલાઓ પ્રાચીન સમયથી જ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેણે સમાજને આગળ વધાર્યું છે. આજે મહિલાઓ શિક્ષણ, રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, બિઝનેસ, આરોગ્ય અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પ્રગતિ કરી રહી છે. છતાંય, સામાજિક અન્યાય, લિંગભેદ, શારીરિક અને માનસિક હિંસા જેવી અનેક સમસ્યાઓ આજે પણ અસ્તિત્વમાં છે.

જેમાં સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે આજે પાણી બચાવો પર બહેનોને માહિતી આપવામાં આવી હતી સાથે આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા સાથે સયાજી હોસ્પિટલની તમામ નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા



Reporter:







