હાલોલ તાલુકાના ધોળીકુઈ ગામે રહેતા અજયભાઈ ઉર્ફે કાળો કંચનભાઈ ચાવડા ગઈકાલે તારીખ 09/03/2025 રવિવારના રોજ બપોરના 12:00 કલાકના સુમારે પોતાની હીરો સ્પ્લેન્ડર બાઈક લઈને કાલોલ તાલુકાના સરકા ગામે આવેલી પોતાની સાસરીમાં પોતાની પત્ની સીતાબેન તેમજ પોતાના બે બાળકો જેમાં 6 વર્ષીય પુત્રી ડિમ્પલ તથા 4 વર્ષીય પુત્ર પિયાંસકુમારને લેવા માટે ગયા હતા
જેમાં રવિવારે મોડી સાંજે પોતાની સાસરીમાંથી પોતાની પત્ની અને પોતાના બે બાળકોને પોતાની બાઈક પર બેસાડીને અજયભાઈ ધોળીકુઈ ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન હાલોલ તાલુકાના પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલ ટપલાવાવ ગામેથી તેઓ પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ટપલાવાવ ગામે મુખ્ય રોડ પર એક હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો કાર કાળ બનીને તેઓની સામે આવી હતી જેમાં બાઈક આગળ ચાલી રહેલી સેન્ટ્રો કારના ચાલકે પોતાની સેન્ટ્રો કારને બેફામ પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી એકા એક અચાનક જ પોતાની કારને બ્રેક મારી દેતા કારની બિલકુલ બાઈક લઈને પાછળ ચાલી રહેલા અજયભાઈએ પોતાની બાઈકને સેન્ટ્રો કારની સાઈડમાંથી લેવા જતા સેન્ટ્રો કાર જોડે તેઓની બાઈકનો અકસ્માત સર્જાયો હતો
જેમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે બાઈક સહિત રોડ પર પછડાયેલા અજયભાઈ ઉર્ફે કાળો ચાવડાને માથામાં તથા હાથે પગે અને શરીર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત થયુ હતું. જ્યારે અજયભાઈના પત્ની સીતાબેન પુત્રી ડિમ્પલ તથા પુત્ર પ્રિયાંશકુમારને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા અકસ્માત જોઈને આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક તેઓને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જ્યારે અકસ્માતમાં ઘટના સ્થળે મોતને ભેટેલા અજય કુમારના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યાં આજે સોમવારે તેઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેઓના પરિવારજનોની સોંપવામાં આવ્યો હતો જ્યારે બનાવ અંગે ગત રાત્રિના 1:15 કલાકે સેન્ટ્રો કારના ચાલક સામે અજયભાઈના કાકા મહેન્દ્રસિંહ અમરસિંહ ચાવડાએ અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Reporter: admin