આ દ્રશ્ય આખી સંસદ માં જોવાલાયક હતું . લોકસભા સ્પીકર પદ માટે એનડીએ ના ઉમેદવાર ઓમ બિરલાને ફરી થી એક વાર લોકસભા સ્પીકર તરીકે ચુંટાવમાં આવ્યા છે.
આ દરમિયાન સૌને ચોંકાવનાર દ્રશ્ય લોકો એ નિહાળ્યું અને જેની ચર્ચાઓ પુરી સંસદ માં થવા લાગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સત્તા પક્ષ તરફ થી ગૃહ લીડર છે અને રાહુલ ગાંધી વિપક્ષ તરફ થી ગૃહ ના નેતા બન્યા છે. નવા લોકસભા સ્પીકર ની ચૂંટણી બાદ ઓમ બિરલાનું સન્માન થયું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે આવતા એકબીજા ને હાથ મિલાવતા જોવા મળ્યા હતા.
વધુ માહિતી મુજબ રાહુલ ગાંધી તેમના ગાંધી પરિવાર તરફ થી વિપક્ષ ના ત્રીજા નેતા બની ગયા છે. વડાપ્રધાન અને રાહુલ ગાંધી ના હાથ મિલાવવા થી પુરી સંસદ માં ચર્ચો ચાલી રહી હતી અને આ એક ચોંકાવનાર દ્રશ્ય હતું
Reporter: News Plus