પાવીજેતપુર તાલુકાનો આદિવાસી બાળક જે કોય પણ જાતની ટ્રેનિંગ વગર અદભુત વાંસળીના શૂર રેલાવે છે
આમ તો આધુનિક યુગમાં બાળકો મોબાઈલનો દૂર ઉપયોગ કરે છે પરંતુ આ આદિવાસી બાળકે મોબાઈલનો સદ્ ઉપયોગ કરી ને યૂટ્યૂબના મદદથી વાંસળી વગાડતા શીખ્યો નાનપણ થી સંગીતનો શોખ હોય અને આઝાદના જન્મદિવસે તેના પિતા દ્વારા ગિફ્ટમાં વાંસળી આપી અને આઝાદે ધીમે ધીમે વાંસળીના શૂર લગાવ્યા અને યુટ્યુબના મદદ થી વાંસળી વગાડતા શીખ્યો અને સ્કૂલ માં આઝાદે તાલુકા કક્ષાનો કલા ઉત્સાહમાં સંગીત વાદન સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો.
ત્યારે જિલ્લા કક્ષાએ ભાગ લીધો અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેડયો અને આઝાદના વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર એ ગાંધીનગર ઑફિસ બોલાવી આઝાડનું સન્માન કરવામાં આવ્યું હતું. હાલ આઝાદ 8 મુ ધોરણ પાસ કરી 9 માં ધોરણમાં પ્રવેશ લઇ રહ્યો છે અને તમામ બાળકોને મોબાઈલનો સદ્ ઉપયોગ કરવા માટે અપીલ કરી રહ્યો છે
Reporter: News Plus