હાલ અમુક રાજ્યો માં વરસાદ છે જ્યાં અમુક રાજ્યો માં વરસાદ પડી ને બંધ થવા થી ગરમી અનુભવાય છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માં અનેક રાજ્યો માં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે .
ગુજરાત અને મધ્યપ્રદેશ માં વરસાદ ની આગાહી થઇ ગઈ છે. હાવમાં વિભાગ નું કેહવું છે કે આગામી દિવસો માં ઉત્તર - પૂર્વ ભારત માં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્ય ના દક્ષિણ - પશ્ચિમ માં ચોમાસુ બેસી ગયું છે , ત્યાં વરસાદ નું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક અઠવાડિયા માં ઉત્તર -પૂર્વ ભારત માં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.
જ્યાં કેટલાક રાજ્યો માં વરસાદ નું આગમન થઇ ચૂક્યું છે . હરિયાણા પંજાબ માં પવન સાથે વરસાદ ની આગાહી છે, ત્યાં વાવાઝોડું આવવાની શક્યતા છે ,આ મહિના ના પુરા થવા સુધી દેશ ના કેટલાક રાજ્યો માં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, ઉત્તરાખંડ ના કેટલાક સ્થળો માં ભારે વરસાદ ની આગાહી છે. રાજધાની દિલ્હી માં આ મહિના ની ૨૯ સુધી વાવાઝોડું આવવાની શક્યતા છે .
Reporter: News Plus