News Portal...

Breaking News :

દિવ્યાંગ ભાઈ-બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન

2025-08-30 12:22:20
દિવ્યાંગ ભાઈ-બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન


વડોદરા : શહેરની એક સેવાભાવી સંસ્થા ની:સહાય માનવ સેવા કલ્યાણ સંઘ તેમજ હરી સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 


દાતાઓના સહયોગથી આ ભવ્ય યાત્રા યોજાઈ છે, જેમાં જય દ્વારકા, સોમનાથ, ચોટીલા, વીરપુર સહિતના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાશે.આજે આ યાત્રાની શરૂઆત વડોદરાના કેવડા બાપ મંદિરથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ યાત્રાળુઓને આશીર્વાદ અપાયા અને ત્યારબાદ યાત્રા આગળ વધારવામાં આવી. યાત્રાના પ્રથમ દિવસે શિવ શક્તિ કાઠીયાવાડી હોટલ ખાતે હોટલના સંચાલક દ્વારા તમામ અંધજનો તથા દિવ્યાંગ યાત્રાળુઓને વિશેષ ભોજન કરાવવામાં આવ્યું હતું.


સમગ્ર આયોજન દાતાઓની સહાયથી શક્ય બન્યું છે. આ પ્રસંગે સંસ્થાના ડૉ. સલીમ વોરા, મિતવા રાવલ તથા જયેશભાઈ પટેલ દ્વારા યાત્રાનું સંચાલન અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને ધાર્મિક સ્થળોના દર્શન સાથે આધ્યાત્મિક અનુભવ કરાવવાનો છે, જેથી તેઓ સમાજમાં સમાન આનંદ અને ઉત્સવની લાગણીનો અનુભવ કરી શકે.

Reporter: admin

Related Post