મકરપુરા રોડ પર આવેલ કબીર કોમ્પલેક્ષ સોસાયટી નાં ભાવિ ભક્ત પાર્થ પટેલ છેલ્લા ૧૦ વર્ષ થી ગણેશજીની પ્રિય સામગ્રી તેમજ પૂજા માં ઉપયોગ માં લેવાતી સામગ્રી દ્વારા ભગવાન ગણેશજી ની ઇકોફ્રેન્ડલી પ્રતિમા જાતે જ પોતાના ઘર માં બનાવે છે.

વર્ષ ૨૦૧૬ માં સિંદૂર થી , વર્ષ ૨૦૧૭ માં હળદર થી , વર્ષ ૨૦૧૮ માં ઘઉં થી , વર્ષ ૨૦૧૯ માં સોપારી થી , વર્ષ ૨૦૨૦ માં ગોળ થી , વર્ષ ૨૦૨૧ માં સૂકામેવા થી , વર્ષ ૨૦૨૨ માં ગુલાલ થી , વર્ષ ૨૦૨૩ માં કંકુ થી , વર્ષ ૨૦૨૪ માં અક્ષત ( ચોખા ) થી તેમજ આ વર્ષે ૨૦૨૫ માં ગૌમાતા નાં ગોબર થી ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા બનાવી છે. આ મૂર્તિ ૧૦૦ ટકા ઇકોફ્રેન્ડલી છે જેમાં કોઈ પણ પ્રકાર નાં કેમિકલ કે પ્લાસ્ટિક નો ઉપયોગ નથી થયો. માત્ર ગૌમાતા નાં ગોબર તેમજ માટી મિક્સ કરી ને અલગ અલગ નદીઓ નાં જળ ભેગા કરી ને ભગવાન શ્રી ગણેશજી ની પ્રતિમા બનાવવામાં આવી છે. વાલ (કઠોળ) નો ઉપયોગ કરી ને ભગવાન ની આંખો બનાવવામાં આવી છે. દિવાળી ની સડી નો ઉપયોગ કરી ને દાંત બનાવામાં આવ્યા છે.
આ સિવાય મૂર્તિ માં શેડ આપવા માટે બિલી નો રસ ,અબીલ , ગુલાલ , કંકુ , સિંદૂર નો તેમજ ધોતી માં કપાસ અને હળદર નો ઉપયોગ કરી ને પ્રતિમા બનાવવામાં આવી છે. પાર્થ પટેલ દ્વારા ડેકોરેશન પર્યાવરણ લક્ષી થીમ પર આધારિત કરવામાં આવ્યું છે જેમાં ઝાડ માં ભગવાન શ્રી ગણેશજી વિરાજમાન છે. તેમજ બાજુ માં ઝાડ કાપતો એક માણસ બતાવ્યો છે. ઝાડ માં ભગવાન ને વિરાજમાન કરી ને લોકો સુધી એ સંદેશ આપવામાં આવ્યો છે કે વૃક્ષ માં પણ ઈશ્વર નો વાસ હોય છે તેથી વૃક્ષ કાપી ને પાપ કરવું નહીં. વૃક્ષ પર ઘણા પક્ષીઓ નું નિવાસ સ્થાન હોય છે. માનવ સૃષ્ટિ માટે પ્રાણવાયુ નો સ્ત્રોત્ર છે તેથી વૃક્ષ કાપવું નહીં. વૃક્ષ છે તો જીવ સૃષ્ટિ છે તેમજ વૃક્ષ માં ઈશ્વર નો વાસ છે એ સંદેશ વડોદરા વાસી સુધી પહોંચાડવા માટે નો ઉત્તમ પ્રયાસ પાર્થ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
Reporter: admin







