ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વડોદરા શહેરના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાજી ની વિશેષ ઉપસ્થિતિમાં રાવપુરા વિધાનસભાના વોર્ડ 03 અને 07 ના સ્થાનિક નાગરિકો સાથે સંપર્ક - સમસ્યા - સેવા અભિયાન હેઠળ વોર્ડના સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓને સાંભળી.
સ્થળ પર આવેલ કુલ 50 ફરિયાદો માંથી 20 જેટલી સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ કર્યું અને બાકીની સમસ્યાઓના નિવારણ અર્થે વોર્ડ ઓફિસ અને સ્થાનિક કોર્પોરેટરઓ સાથે વાર્તાલાપ કરી તેનું વહેલી તકે નિવારણ આવે તેના માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી.આ કાર્યક્રમમાં વોર્ડ નં 03 અને વોર્ડ નં 07 ના કોર્પોરેટર, પૂર્વ મેયર સુનિલ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન મિનેષ પંડ્યા,અન્ય હોદ્દેદારો, મહાનુભાવો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા.
Reporter: admin