ગુજરાતી વાનગીઓ ખાવમાં જેટલી ટેસ્ટી હોય છે એટલી જ ગુણકારી હોય છે. માત્ર થોડી સામગ્રીમાં શરીર માટે ગુણકારી નાસ્તો તમે ઘર માં વડીલ કે બાળકો માટે બનાવી શકો છો. તમે ગુજરાતી હાંડવો તો ખાધોજ હશે
આજે આપણે રવામાંથી ઇન્સ્ટન્ટ ક્રિસ્પી આઢવો બનાવી રીત જણાવીશુ જે ખુબ ટેસ્ટી અને હેલ્થફૂલ રહેશે. જે બનવવા નોનસ્ટિક ની જરૂર પણ નથી પડતી અને માત્ર થોડીક મિનિટો માં ટેસ્ટી નાસ્તો રેડી થઇ જશે. સૌપ્રથમ ૨ કપ જીણો રવો લેવો તેને ૨ કપ ખાટી છાસમાં પલાળી રાખી બરોબર મિક્સ કરવું. જો ઘર માં છાસ ન હોઈ તો દહીં ને પાણીમાં મિક્સ કરી લઇ શકાય છે. મિશ્રણ માં કોઈ ગાંઠ ન પડે એના માટે બરોબર મિશ્રણ ને મિક્સ કરવું.ત્યારબાદ આ મિશ્રણને અડધો કલાક પલાળી રાખો જેથી રવો ફૂલે છે અને હાંડવો ખવામાં સોફ્ટ લાગે છે,આ મિશ્રણ ને અડધા કલાક પલળેલા રાખો, જો તમારી પાસે સમય હોઈ તો વધારે સમય પણ પલાળી રાખી શકો છો, આ મિશ્રણ માં માપણી નો બિલકુલ ઉપયોગ કરવાનો નથી.ત્યારબાદ આ મિશ્રણ માં અપને અલગ અલગ શાકભાજી જીણું જીણું સમારી નાખવાનું રહેશે. શાકભાઈ માં અપને દૂધી છીણીને. કેપ્સીકમ જીણા સમારીને, છીણેલું ગાજર, અને કોથમીર સમારી ને મિક્સ કરીશું, વધુ સ્વાદ માટે આપણે ૨ ચમચી સીંગદાણા ઉમેરીશું જેથી ટેસ્ટ ખુબ સરસ લાગશે.
એક ચમચી આદુ - મરચાની પેસ્ટ ઉમેરવી, ત્યાર બાદ એમાં મસાલામાં મીઠું સ્વાદ અનુસાર, ૧ ચમકી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ ઉમેરો. આ ઉમેર્યા પછી તેમાં વધારે કરો જેમાં ૨ ચમચી તેલ ને ગરમ કરી એમાં એક ચમચી રાય, જીરું, સફેદ તલ સાથે સૂકું લાલ મરચું ઉમેરી મિશ્રણમાં ઉમેરવું. ત્યારબાદ મીશ્રણ માં અડધી ચમચી ખાવાનો સોડા અને એક ચમચી લીંબુ નો રસ ઉમેરી બરોબર મિક્સ કરવું. આ મિશ્રણ ને ૫ મિનિટ ઢાંકી રાખવું. હવે તેને કઢાઈ માં તેલ મૂકી ગરમ કરીને બેટર મુકી ફરતે તેલ લગાવી ઉપર થી સફેદ તલ ભભરાવવા. હવે તેને ઢાંકીને ૧૦ મોનિટ રાખો, ત્યાર પછી તેને પલટાવી ડો અને ૫ મિનિટ ઢાંકીને રાખો . આમ કરવાથી હાંડવા નો કલર બ્રાઉન થશે અને તે એકદમ ક્રિસ્પી બનશે, જે ખાવામાં ટેસ્ટફૂલ રહેશે, જો તમે એક સાથે હાંડવો બનાવા ન માંગતા હોય તો આ બેટરને ફ્રીજ માં ૨ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને માત્ર થોડી મિનિટોમાં ટેસ્ટી હેલ્થફૂલ નાસ્તો તમે બનાવી શકશો.
Reporter: